મૂઠિયાં દાણા નું શાક

માઁ શબ્દ મમતા થી ભરેલો હોય છે એક માતા સો શિક્ષક ની ગરજ સારે છે મારી માતા પણ મારી ગુરુ છે આજે જે પણ હું છું એના થી છુરસોઈ ને કેવી રીતે ટેસ્ટી બનાવી એણે મને શીખવ્યું આજે પણ એને બનાવેલી રસોઈ એના જેવી તો નાજ બને .. મારી માઁ ના હાથ ની રેસીપી આજે હું સેર કરું છું જે મારી માઁ ખુબજ ટેસ્ટી બનાવતી હતી ને આજ ની આ રેસીપી મારી માઁ ને અર્પણ કરું છૂ
‘જગત ના સર્વસુઃખોથી ભલે જીવન સભર લાગે ,
ખજાનો સાવ ખાલી માઁ મને તારા વગર લાગે …

Ingredients

  1. 1 વાડકી તુવેર ને પાપડીના દાણાં
  2. 1/2 કપ લીલું લસણ ને લીલા ધાણા
  3. 1 નાની ચમચી લીલા મરચા ની પેસ્ટ
  4. 1/2 નાની ચમચી અજમો
  5. 1/4 નાની ચમચી હિંગ
  6. 2 મોટી ચમચી તેલ
  7. 1 નાની ચમચી લાલ મરચું
  8. 1/2 નાની ચમચી હરદર
  9. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર
  10. 1/2 નાની ચમચી ગરમ મસાલો
  11. 1 મોટું ટામેટું ઝીણું સમારેલું
  12. 2 મોટી ચમચી ગોળ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. મુઠીયા માટે
  15. 1/2 કપ ઘઉં નો કકરો લોટ
  16. 1/4 કપ બેસન
  17. 1/2 કપ મેથી ઝીણી સમારેલી
  18. 1 મોટી ચમચી લીલું લસણ
  19. 1/2 નાની ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  20. 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
  21. 1 નાની ચમચી તેલ
  22. 1 નાની ચમચી ખાંડ
  23. 1 નાની ચમચી લીંબુ નો રસ
  24. સ્વાદ પ્રમાણે મીઠું
  25. તરવા માટે તેલ

Steps

  1. એક બોઉલ માં મુઠીયા માટે મેથી લસણ લીલું મરચું લાલ મરચું ખાંડ તેલ લીંબુ નો રસ ખાંડ નાખી ને હાથ થી મસરીને બધું મિક્સ કરી લો
    તેમાં ઘઉં નો કકરો લોટ બેસન નાખીને લોટ બાંધી ને 5 મિનિટ રેસ્ટ આપી નાના મૂઠિયાં વારી ગરમ તેલ માં ફ્રાય કરી લો

  2. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં અજમો નાખી ને હિંગ નો વઘાર કરી તુવેર પાપડીના દાણા નાખો

  3. તેમાં લીલું મરચું હરદર લાલ મરચું ધાણા જીરું મીઠું નાખીને 1 મિનિટ સેકી લો

  4. 1 કપ પાણી નાખી ઢાંકીને દાણા ને ચડવા ડો
    દાણા ચડી જાય પછી ઝીણાં સમારેલાં ટામેટાં નાખી 2 મિનિટ ચડવા દો ટામેટાં ચડી જાય

  5. એટલે તેમાં ગોળ લીલું લસણ ઘણા ને મૂઠિયાં ગરમ મસાલો નાખી ઢાંકીને 1 મિનિટ ઢાંકીને રાંધો
    લીલું લસણ ને ધાણા થી ગાર્નીસ કરી સર્વ કરો
    બાજરી નો રોટલો કે ભાખરી સાથે સર્વ કરો

Source: Read Full Article